મંગળવાર, 17 જુલાઈ, 2012

અનોખું પ્રેમ નું ગીત

અનોખું પ્રેમ નું ગીત

જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં સ્નેહ સંભારણાં છે આપના હસું 
અશ્રુ  ભરી  આંખો  મહી પુણ્ય  છબી  છે  આપની 

વર્ષો થી સતત અને આજે પણ એકાંત ની પળો માં એ પક્ષીઓ ના કલરવ માં એ મેગ્ધનુષ ભરી સંધ્યાએ 
પલ પલ સોહામણા મોસમ મહી જયારે કોઈ મધુરો અવાજ કને સંભળાય છે ત્યારે એ સુમુધુર અવાજ ના 
સંસ્મરણો જ અવસ્થાને એ ગતિ માં  દોરી જાયછે જે સમય એક અતિ આનંદ આપનાર જીવનના દરેક રંગો થી ભરેલ આહલાદ્ક અને શીતળતા અપાવતી એ ચાંદની રાત્રી એ જાણે કોઈક અલગ દુનિયામાં તરવરતું એક અનોખું પ્રેમ નું ગીત જ્યાં કોઈ દ્રેષ નથી જ્યાં છલ કપટ નથી જ્યાં સ્વાર્થ નથી પાપ નો પ્રકાશ નથી બસ સતત અવિરત વહેતી પ્રેમ ની ધારાઓ જ્યાં મન મૂકી ને જીવી સકાય 
            પણ  આ બધી ભાગ્ય ની કળાઓ  છે જેમાં કોઈ ખીલે છે કોઈ મુરઝાઈ જાય છે સમય પણ ત્યાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવે છે અને એક કાળ ની થાપટ ઝગમગતા દીવડાને અસ્ત કરી દેછે 
                        હે પ્રભુ એ તારી થાપટ ના પડઘા કોઈને પણ ના સંભળાવીશ ફૂલોને ખીલવા દે એની ફોરમ થી જગ ને સુગંધિત થવા દે આ જગ નો રચિયતા તું છે ઓ પાલનહારા તારી રચનાઓ માં જરા પ્યાર ભાવનાઓ ના બે શબ્દો મૂકી દે અને શાંતિ ત્યાં સ્થાયી કરી દે હે નિરાકારી અખિલ બ્રહ્માંડ ના માલિક તમે આ ધરાને સ્વર્ગ સમી સોહામણી કરી દો,
હું સમય ને તારી ભેટ સમજી જીવી રહ્યો છું એ વેદના એ વ્યથા એના દર્દ શું એ તો એજ સમજી સકે જેને ઝગમગતી રોશનીમાં અંધારું ઝોયું હોય કારણ કે ઘાયલ કી ઘાયલ જાણે જો કોઈ  .......
............................ મોર નાચતે હુએ ભી રોતા હે  ઓર હંસ મરતે હુએ ભી ગાતા હે યે  જિંદગી ક ફંડા હે યારો  દુખો વાલી રાત નીંદ નહિ આતી ઔર ખુશી વાલી રાત ભલા કોન સોતાહે !!!!!!!!
( આ મન ના વિચારો છે સાચા ખોટા રામ જાણે વ્યક્તિગત દુખી થવું નહિ )



 
હસમુખ બી ગઢવી 

પાન લીલું

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
,એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.


ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.


જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.





કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.


કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

શનિવાર, 14 જુલાઈ, 2012

ગઢવી બાપુ નો ડાયરો

 હસમુખ બી ગઢવી  (રત્નું )
 વતન -- ગામ -રોઝાવાડા 
તાલુકો-કપડવંજ - જીલ્લો -ખેડા 
હાલ -(જશોદાનગર અમદાવાદ )
ફોન - 09158880792(મહારાષ્ટ્રા )
HASMUKH B GADHAVI


આમ તો મેં મારા વિષે મારા બ્લોગ્સ માં માહિતી આપી દીધેલ છે
મારા દરેક મિત્રો ને વિનંતી છે કે આપ પણ આપના અભિપ્રાય આપજો
મને આનંદ થશે
જિંદગી જિન્દા દિલી ક નામ હે મુર્દા ક્યાં ખાક જીયા કરતે હે

  મને હમેશા મારા એક મિત્ર કહેતા કે
અગર જિંદગી મેં કુછ મર્તબા ચાહતે હો તો મીટા દો  અપની હસતી કો દાના બી ખાક મેં મીજાયે તો ગુલે ગુલઝાર હોતા હે
જેવા અનેક મનગમતા પુષ્પો  અને આઈ માં વિષે થોડી ચર્ચા
આમ તો ગણું બધું એકી સાથે લખવાની ઈચ્છા થઇ જાય છે પણ સમય નો અભાવ તો દરેક ને નડે છે પણ માં- દીકરી- બહેન  એ મહા શક્તિ ને આપડે ઓળખવી જોઈએ એની ઈજ્જત કરવી  જોઈએ આજનો યુગ જ્યાં ભાઈ ભાઈ ને પણ દુશ્મનાવટ હોય જ્યાં માવડી એવી જનેતા ના ખૂન થતા હોય જ્યાં દીકરીઓની પોતાનાજ પિતા દ્વારા ઈજ્જત લુંટાતી હોય ત્યાં સમજ લાવવી જરા મુસ્કેલ તો છેજ પણ સરુઆત તો કરવીજ પડશે આપડે સમાજ સુધારક નથી પણ જીંદગીમાં એક સારું  કાર્ય તો એવું કરવુજ જોઈએ જેથી જીવન નો એક અનેરો આનંદ પ્રાપ્ત થાય
આમતો દરેક વ્યક્તિ હિંદુ હોય તો મંદિર માં જાય છે મુસલમાન મસ્જીદ માં ખ્રિસ્તી ચર્ચ માં સીખ ગુરુદ્વારામાં
દરેક વ્યક્તિ પોત પોતના ધર્મ માં માંને છે  છતાયે શા માટે દંગા ફસાદ થાય છે ? કેમ આતંક વધતો જાય છે ?
જોકે આ બધી વાતો કરવી અને જીવન માં ઉતારવી બહુ અલગ છે પણ ક્યારેક એક શબ્દ પણ જીવન બદલી નાખે છે
જિંદગી માં બે ચાર કામ સારા થાય તો ગણું છે -------------------------- જય માતાજી.,                                        

સોમવાર, 2 જુલાઈ, 2012

સમય ની સાથે હું પણ બદલાયી ગયો

એક  નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

 

 

 

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો !

પણ, કોલેજની સ્વૈરવિહારી જીંદગી ક્યાં ગઈ ?

ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,

પણ, આનંદમાં ઘટાડો કેમ થયો ?

થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા,

પણ, તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા ?

સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા,

પણ, ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ ?

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલટાંકી આજકાલ ફૂલ થઈ ગઈ
 બાઈક માં ફરતી  જિન્દગી હવે ગાડી માં ફરતી થઇ !

પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી પડી ?

ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું

પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ ?

મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું

પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન થ્રી ટાયર  એ સી એ  લઈ લીધુ

પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?

એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું

પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?

કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું

પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

ગુજરાત ની ગલીઓ છોડી અન્ય રાજ્ય માં  સ્થાયી થયો
હરપળ યાદ આવતી એ ગામ ની શેરીઓ કેમ ભૂલી ગયો ?

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
હર પલ હસાવતો હસમુખ આજે કેમ રડી ગયો ?
કારણ કે  ? સમય ની સાથે હું પણ બદલાયી ગયો !!

થયું અણધાર્યું

 (આમ તો નીચે લખેલી પંક્તિઓ મેં જીવન માં સહજ અનુભવી છે અને હોસ્પિટલ ના ઓરડે ક્યારેક મારા વિચારો થકી કલમેં ઉતરી જાય છે 1997 માં થયેલો એ અકસ્માત હું ક્યારેય ના ભૂલી સકું અને સાયદ ભૂલવા પણ નથી માંગતો સમય સમય નું કામ કરે છે પણ એના જીવન માં પડેલા ઘા ક્યારેય નથ ભુલાતા )

થોડા અંશ વીતેલા સમય ના  



જેમ ઓચિંતું થાય અંધારું તેમ અચાનક થયું અણધાર્યું 
જમણા હાથેથી આવ્યો ગોઝારો જોતાજ ભાન  ભૂલાણું 
નવસો નાડીઓ  માંડી  તુટવા  આવી  અંત  ની તાણું 
ખાવા કરાવ્યું ખંત થી ત્યારે કઈ   ખાવા  ના  પામ્યો હું 



ભાંગી મોઢાની મીઠાશ ને ભર્યું રહી ગયું વહાલનું ભાણું 
સગા સંબંધી ઓ ભેળા મળીને સેવા માં ગાળ્યું એ ટાણું 
કહે હસું જીવન મરણ હશે  શું?  ઉકેલ  નહી  એ  ઉખાણું
આતો થવાનું થાય અણધાર્યું જેમ ઓચિંતું થાય અંધારું 

થયોતો ઝખમ ગયા ભાવમાં મને હસું આજ લગ પણ લોહી નીકળતું રહ્યું 

કેમ કરી ઘરે આવું ર્હદય મારા 
ઘા ઉપર ઘા છે પીડા ઉપર છે  પીડા 
કેમ કરી તારી પીઠ પસવારું ર્હદય મારા 

હાથ લોહીથી લાલ છે ને આંખો માં અંધારું 
કોઈ તો બતાઓ આમ કેમ થાયછે ???
કોઈજ નથી સમજતું  મને ર્હદય મારા"
વાતો કરવી છે મન મુકીને હસવું છે મારે ખુબ 
જીવનનની દરેક પલ ને માણવી છે મારે ખુબ 
પણ શરીર માં જોમ નથી આજ ર્હદય મારા 
પાછો કેમ કરી ઘરે આવું આજ ર્હદય મારા "
તમારા આવવાની  અટકળે "હસમુખ"મોતીડા મનડે  વેરાય છે 
ગયો ને જાય છે દુખ નો સમય એજ દિલાશા પર કે વીતેલો સમય કદિ  પાછો આવતો નથી બસ એક  ગજબ નો ભેદ સમજાય છે કે જલ્દી કરો 
મોત ક્યાં હે વો ઝમાંનેકો સમઝાયે ક્યાં એક મુસાફિર કો રાસ્તેમી નીંદ આ ગયી 
ઝીલ કિનારે હર સમય પઘરવ સંભળાય છે આપના નથી આપ નથી આપની હસતી નથી નથી એ ગીત કે નથીએ સ્મિત  દુર  દુર દુર સુધી આજ ઉદાસી ભાશે છે મને આજ હતાશા ની પળો માં કુદરત પણ ઉદાસ લાગે છે ક્યા ગયા એ દીવસો ??? જ્યાં મસ્તી મન મૂકી ને થાતી અને જિંદગી ખુશીઓ થી જીવાતી અરમાનો બધા અભેરાઈ એ મૂકી ગયા ને રહી ગઈ બસ લાચારી એમાં જિંદગી સુ કરે બિચારી આતો બધી કસ્મત ની છે બલિહારી ::આ બધી ભાગ્યની કલાઓ છે કારણ કે વ્યથા નાં ક્યાંય  વાદળો  નથી  હોતા,. 


મને આજે એક ગીત યાદ આવે છે 

hasu gadhavi
 ચિટ્ઠી ના કોઈ સંદેશ જાને વો કોનસા દેશ જહાં તુમ ચાલે ગયે 
ઈશ  દિલ પે લગાકે ઠેશ જાને વો કોનસા  દેશ જહાં તુમ ચાલે ગયે 
એક આહ ભરી  હોગી  હમને ના સુની હોગી જાતે જાતે તુમને આવાઝ તો દી  હોગી !
હર વક્ત યહી ગે ગમ ઉસ વક્ત કહાથે હમ કહાઁ તુમ ચાલે ગયે 
  ચિટ્ઠી ના કોઈ સંદેશ જાને વો કોનસા દેશ જહાં તુમ ચાલે ગયે
હર ચીઝ પે  અશ્કો પર લિખા હે તુમ્હારા નામ યે રસ્તે ઘર ગલીય તુમ્હે કર નાં સકે સલામ 
હર દિલ મેં રહ ગયી બાત  જલ્દી સે છુડાકર હાથ કહાઁ તુમ ચાલે ગયે ?
 અબ યાદો કે કાંટે ઇસ દિલ મેં ચુભતે હે ના દર્દ ઠહરતા હે નાં આંશુ રુકતે હે 
તુમ્હે ઢુંઢ  રહા  હે પ્યાર હમ કેસે કરે ઈકરાર કહા તુમ ચાલે ગયે 
ચિટ્ઠી ના કોઈ સંદેશ જાને વો કોનસા દેશ જહાં તુમ ચાલે ગયે જહાં તું ચાલે ગયે !!!!!!!!!!!






રવિવાર, 17 જૂન, 2012

યુગે યુગે ગઢવી


ગઢવી સમાજને હસમુખ ગઢવી ના જય માતાજી જય સોનલ મારા બ્લોગ માં મને જે આવડ્યું એ લખ્યું છે 

તો આપ મને જરૂર રીપ્લાય આપજો કૈક નવું  તો ચાલો કઈક  તો લખું જેથી આપ મને સલાહ તો આપો કે ભાઈ આ આમ ના હોય  જે પણ દિલ ને ગમે એ તમ તમારે ઝીંકી નાખો ભાઈ ભાઈ મોજ કરો તમ તમારી જે ફાવે તે કાલી  કાલી ભાષા માં બસ એક વાર સારું થઇ જવો આગળ આગળ જ્ઞાન મળતું જશે 


કારણ કે ચરણો  તો હમેસા જીદ્દી સત્યવકતા રહ્યા છે 
મારી નજરે
 સિંહ ની સમાન અમે ચરણો  રે માત અમારી આ શક્તિ છે મહાન રે પાછા ના ભરીયે અમે પાવલારે લોલ 
દાદો અમારો સદા શીવજીરે લોલ અને ભોમ નો ધારણ મોસાળેં  ભુજંગ રે શિવ શક્તિ ના છોરુંડા  અમે  ચરણો રે લોલ    સંતો ને શિર સદા નામતા રે અને ઝુકીએ નહિ અમે ભલે હિન્દ નો હોય હુજુર રે  વિહળ રબા ના અમે વંશજો રે  લોલ 
જનુની કેવા ?
અમે તો ખૂન કેરા કપરા ખેલ ખેલનારા અને શાસ્ત્રો ના ઘા અમે છાતીયેથી ઝીલનારા 
માથા લીલુડા રણ માં રમતા મેલનારા માં મોગલ ની સહાયે  અમે શત્રુ દલ ને તોડનારા 
ભાંગ્યા ની ભીડ માં ભેળી અમારી માવડી છે અને તેથી તરતી અમારી નાવડી છે કંટક માં 
થાઉં કટકા તોય મોગલ માત નો છું ચમન ની જેમ ચિતરાઈશ  ચારણ  જાતનો છું 

મને ગૌરવ છે કે મને આ પવિત્ર સમાજ માં જનમ મળ્યો છે હે માં જગદંબા મોગલ માં  હિંગળાજ માં  મને યુગે યુગે ગઢવી ચારણ સમાજ માજ જનમ આપજે