અનોખું પ્રેમ નું ગીત
જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં સ્નેહ સંભારણાં છે આપના હસું
અશ્રુ ભરી આંખો મહી પુણ્ય છબી છે આપની
વર્ષો થી સતત અને આજે પણ એકાંત ની પળો માં એ પક્ષીઓ ના કલરવ માં એ મેગ્ધનુષ ભરી સંધ્યાએ
પલ પલ સોહામણા મોસમ મહી જયારે કોઈ મધુરો અવાજ કને સંભળાય છે ત્યારે એ સુમુધુર અવાજ ના
સંસ્મરણો જ અવસ્થાને એ ગતિ માં દોરી જાયછે જે સમય એક અતિ આનંદ આપનાર
જીવનના દરેક રંગો થી ભરેલ આહલાદ્ક અને શીતળતા અપાવતી એ ચાંદની રાત્રી એ
જાણે કોઈક અલગ દુનિયામાં તરવરતું એક અનોખું પ્રેમ નું ગીત જ્યાં કોઈ દ્રેષ
નથી જ્યાં છલ કપટ નથી જ્યાં સ્વાર્થ નથી પાપ નો પ્રકાશ નથી બસ સતત અવિરત
વહેતી પ્રેમ ની ધારાઓ જ્યાં મન મૂકી ને જીવી સકાય
પણ આ બધી ભાગ્ય ની કળાઓ છે જેમાં કોઈ ખીલે છે કોઈ મુરઝાઈ
જાય છે સમય પણ ત્યાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવે છે અને એક કાળ ની થાપટ
ઝગમગતા દીવડાને અસ્ત કરી દેછે
હે પ્રભુ એ તારી થાપટ ના પડઘા કોઈને પણ ના
સંભળાવીશ ફૂલોને ખીલવા દે એની ફોરમ થી જગ ને સુગંધિત થવા દે આ જગ નો રચિયતા
તું છે ઓ પાલનહારા તારી રચનાઓ માં જરા પ્યાર ભાવનાઓ ના બે શબ્દો મૂકી દે
અને શાંતિ ત્યાં સ્થાયી કરી દે હે નિરાકારી અખિલ બ્રહ્માંડ ના માલિક તમે આ
ધરાને સ્વર્ગ સમી સોહામણી કરી દો,
હું સમય ને તારી ભેટ સમજી જીવી રહ્યો છું એ વેદના એ વ્યથા એના દર્દ શું એ
તો એજ સમજી સકે જેને ઝગમગતી રોશનીમાં અંધારું ઝોયું હોય કારણ કે ઘાયલ કી
ઘાયલ જાણે જો કોઈ .......
............................ મોર નાચતે હુએ ભી રોતા હે ઓર હંસ મરતે
હુએ ભી ગાતા હે યે જિંદગી ક ફંડા હે યારો દુખો વાલી રાત નીંદ નહિ આતી ઔર
ખુશી વાલી રાત ભલા કોન સોતાહે !!!!!!!!
( આ મન ના વિચારો છે સાચા ખોટા રામ જાણે વ્યક્તિગત દુખી થવું નહિ )
હસમુખ બી ગઢવી
પાન લીલું
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
,એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
,એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.



